પ્રાંતિજ

પ્રાંતિજમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

શીતલ ઠાકર,ગાંધીનગર

પ્રાંતિજમાં ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

આમ આદમી પાર્ટીના તાલુકા મંત્રી રામસિંહ રાઠોડ લગભગ ૫૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. ઉપરાંત ભાજપના લાલસિંહ ચૌહાણ અને રાકેશભાઈ પટેલ પણ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં સામેલ થયા હતા.

કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા પ્રમુખ રામસિંહ પરમારના હસ્તે તમામ નેતાઓ અને કાર્યકરોને ખેસ ધારણ કરાવવામાં આવ્યો હતો.

ચૂંટણી નજીક આવતાં પક્ષ બદલવાની રાજનીતિ તેજ બનતી નજરે પડી રહી છે, જેના કારણે પ્રાંતિજમાં રાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!