પ્રાંતિજ

એક વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશન કેસના આરોપીને તલોદ પોલીસે ઝડપી પાડ્યો

પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને તલોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવતી ઝુંબેશ દરમિયાન તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડ પેટ્રોલિંગમાં હતું. તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન કેસનો આરોપી અનુરાગ મહિપાલ યાદવ (ઉં. 30), રહે. મહારાજવાસ, તા. બેહરોડ, જી. કોટપુતલી (રાજસ્થાન) હરસોલ ચોકડી પાસે હાજર છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી આરોપીની ઓળખ કરી તેની અટકાયત કરી હતી. આરોપી સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એલ. રાયજાદા તેમજ હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર પ્રભાભાઈ અને અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!