પ્રાંતિજ

સુખડની સીમમાં રસ્તા બાબતે ઝઘડો થતાં આઠ વિરૂધ્ધ સામસામી ફરીયાદ

શીતલ ઠાકર,ગાંધીનગર

પ્રાંતિજ તાલુકાના સુખડ ગામે ચાર દિવસ અગાઉ રસ્તા બાબતે બે પક્ષો વચ્ચે થયેલા ઝઘડામાં બે જણાને ઈજા થઈ હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ ગુરૂવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.
આ અંગે સુખડ ગામે રહેતા યોગેશસિંહ કાળુસિંહ ડાભીએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા.૧પ એપ્રિલના રોજ ગામના જ અજયસિંહ હિંમતસિંહ રાઠોડ, કાજલબેન રાઠોડ, વિજયસિંહ રાઠોડ અને નિલમબેન રાઠોડે એકસંપ થઈ આવી યોગેશસિંહ ડાભીને ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. જેથી યોગેશસિંહએ ગાળો બોલવાની ના પાડતાં આ ચારેય જણાએ ઉશ્કેરાઈ જઈ યોગેશસિંહ તથા શિલ્પાબેન સાથે ઝઘડો કરી ઝપાઝપી કર્યા બાદ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે યોગેશસિંહએ ચારેય વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
તો સામે પક્ષે કાજલબેન રાઠોડે નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા.૧પ એપ્રિલના રોજ કુટુંબી ભાઈઓને જમીનના રસ્તા બાબતે થયેલા મનદુઃખને કારણે ઝઘડો થયો હતો ત્યારબાદ યોગેશસિંહ ડાભી, કાળાજી કાંહ્યાજી ડાભી, પોપટજી ડાભી અને ભરતજી ડાભીએ પણ એકસંપ થઈ આવી ઝઘડો કરી લાકડીની મદદથી કાજલબેન રાઠોડના પતિ અજયસિંહ રાઠોડ તથા નિલમબેન પર હુમલો કરી ઈજા પહોંચાડી ગડદાપાટુનો માર માર્યો હતો તથા આ ચારેય જણાએ એકસંપ થઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે કાજલબેને પણ ચાર જણા વિરૂધ્ધ સામી ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે બંને પક્ષોની ફરીયાદને આધારે ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!