ટોચના સમાચાર

અખાત્રીજે કે અન્ય દિવસોમાં યોજાનાર લગ્નો દરમિયાન તમારા આસપાસ કોઇ બાળલગ્ન નજરે પડે તો તુરંત ફોન કરો

સાબરકાંઠા જિલ્લામાં બાળલગ્ન અટકાવવા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા

અક્ષય તૃતીયા (અખાત્રીજ) એટલે લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. આ સિવાય અન્ય દિવસોમાં યોજાનાર  લગ્નોમાં કેટલાક કિસ્સામાં બાળલગ્નો થવાના બનાવો સામે આવે છે જેને લઇ જિલ્લા બાળ સુરક્ષા એકમ, સાબરકાંઠા દ્વારા આવા બાળ લગ્ન અટકાવવા ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે દીકરા- દીકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે. તેથી બાળ-લગ્ન ન થાય તે સમાજમાં જરૂરી છે. તેથી આપના વિસ્તારમાં/ આપના ગામમાં કે આપના મહોલ્લામાં બાળ-લગ્ન ન થાય તેની તકેદારી રાખવી અને જો બાળલગ્ન થતા જોવા મળે તો આપની સામાજિક જવાબદારી સમજી આવા બાળ-લગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મનીષ. કે. જોશી મો.નં. ૯૪૨૯૨૫૯૫૦૨, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એસ. એસ. પાંડોર મો.નં. ૯૪૨૭૬૭૨૪૮૨, સુરક્ષા અધિકારી–સંસ્થાકીય સંભાળ શ્રી એમ. ડી. સોલંકી મો.નં.૯૯૦૯૮૪૧૮૯૬, સુરક્ષા અધિકારી–બિન સંસ્થાકીય સંભાળ શ્રી એન. કે પરમાર મો.નં. ૭૩૮૩૭૫૨૮૬૬, ચાઈલ્ડ લાઈન નં.૧૦૯૮, પોલીસ નં.૧૦૦, અભયમ મહિલા હેલ્પ લાઇન નં.૧૮૧ નજીકના પોલીસ સ્ટેશન અથવા હેલ્પલાઇન નંબરો પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ ની જોગવાઇઓ :- બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે જેમાં બાળલગ્ન કરાવનાર સમૂહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોઈયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બન્ને પરિવારોને રૂા.એક લાખ સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કેદ થઇ શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!