સાબરકાંઠા

કાંકણોલ બ્રિજ પર જતી લકઝરીમાંથી રૂ.ર.૦ર લાખની દારૂ અને બીયરની બોટલો સાથે ૯ પકડાયા

એ-ડીવીઝન પોલીસે દારૂ બિયરના જથ્થા સાથે પકડાયેલાઓ સામે ફરીયાદ દાખલ કરી

જીજ્ઞેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કાંકણોલ બ્રિજ પરથી ઉત્તરાયણના દિવસે બુધવારે બાતમીને આધારે એક ખાનગી લકઝરીની ઝડતી લઈને ૯ જણાને દારૂ અને બીયરની મળી અંદાજે રૂ.ર,૦ર,ર૪૦ની કિંમતની પ૬૯ બોટલો તથા રોકડ મળી રૂ.ર.૦૯ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ તેમની વિરૂધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એકટના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે એ-ડીવીઝનના પીઆઈ પી.એમ.ચૌધરી જણાવ્યા મુજબ તેમની સુચનાથી પીએસઆઇ એન બી વાઘેલા તથા સ્ટાફના અશ્વિનસિંહ ડાભી મિતરાજસિંહ કુમ્પાવત અને એએસઆઈ સલીમભાઈ નાઈટ પેટ્રોલિંગ મા હતા તે દરમિયાન તેમને એવી બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી આવી રહેલ એલ.કે.ટ્રાવેલ્સની લકઝરીમાં કેટલાક લોકો પાસ પરમીટ વિનાનો દારૂ અને બીયરનો જથ્થો લઈ હિંમતનગર થઈ અમદાવાદ તરફ જઈ રહયા છે જે આધારે એ-ડીવીઝન પોલીસે કાંકણોલ બ્રિજ પર જઈ વાહન ચેકીંગ શરૂ કર્યું હતું.
જયાં બાતમી મુજબ આવી રહેલ લકઝરી નં.એમપી.૪૪ઝેડઈ.૮ર૮૮ને અટકાવી ચાલકની પુછપરછ શરૂ કરીને તેનું નામ પુછતાં તેણે પોતાનું નામ રામલાલ બાલુજી મીણા હોવાની કબુલાત કર્યા બાદ લકઝરીમાં બેઠેલ અન્ય લોકોની પણ પુછપરછ કરાઈ હતી. ત્યારબાદ આ લકઝરીની ડીકીમાં તપાસ કરતાં તેમાંથી દારૂ અને બીયરની મળી કુલ પ૬૯ બોટલ દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
ત્યારબાદ એ-ડીવીઝન પોલીસે લકઝરીમાં જઈ રહેલ અને રાજસ્થાનના પરેડા, મીઠીમહુડી, માંડવા, ઝીંઝવા અને આકોલાના ૯ જણાની દારૂની હેરાફેરીમાં સંડોવણી હોવાનું જણાયા બાદ તેમની અટકાયત કરી રૂ.ર,૦૯,૧૪૦નો મુદ્દામાલ કબ્જે લઈ તેમની વિરૂધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જીજ્ઞેશ સોની હિંમતનગર

પકડાયેલા આરોપી ના નામ
– પિન્ટુલાલ દામા (રહે.પરોડા)
– અક્ષય રમેશચંદ્ર ડામોર (રહે.મીઠીમહુડી)
– સુનિલ જીવારામ ખરાડી (રહે.માંડવા)
– અનિલ મોહનજી કલાસવા (રહે.ઝીંઝવા)
– નિલેશ બાબુલાલજી મીણા (રહે.મીઠીમહુડી)
– પ્રદિપબાબુલાલજી મીણા (રહે.મીઠીમહુડી)
– સુખલાલ રમેશચંદ્ર મીણા (રહે.મીઠીમહુડી)
– હરીશચંદ્ર રમેશચંદ્ર મીણા (રહે.મીઠીમહુડી)
– રામલાલ બાલુજી મીણા (રહે.આકોલા)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!