સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા/શહેર પ્રભારીશ્રીઓની નિમણૂક જાહેર

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રામભાઈ વી. સોલંકીએ જિલ્લાના તમામ તાલુકા અને શહેરોમાં પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પ્રભારીશ્રીઓની નિમણૂક જાહેર કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, વિધાનસભા વિપક્ષ નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, એ.આઈ.સી.સી.ના મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી સુભાષિની યાદવજી તથા જિલ્લા પ્રભારીશ્રીઓ સાથે પરામર્શ કરીને આ નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક પાછળનો ઉદ્દેશ્ય જિલ્લાના તાલુકા અને શહેરોમાં મંડલ, સેક્ટર, બુથ સમિતિ, જનસંપર્ક, પદયાત્રા તથા તાલુકા સંગઠનની કામગીરી સુચારુ રીતે ચલાવવાનો તથા પક્ષના કાર્યક્રમોને સફળતાપૂર્વક પાર પાડવાનો છે.

કયા તાલુકામાં કોને જવાબદારી:

જાહેર કરાયેલી યાદી મુજબ ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના, વડાલી, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ – એમ કુલ આઠ તાલુકા/શહેરો માટે અલગ-અલગ ચાર-ચાર પ્રભારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે.

જિલ્લા ફ્રન્ટલ સેલ પ્રભારીશ્રીઓ પણ જાહેર:

આ ઉપરાંત જિલ્લા કક્ષાએ એસ.સી./એસ.ટી. સેલ, ઓબીસી-માઈનોરિટી અને સેવાદળ, મહિલા કોંગ્રેસ, પંચાયતીરાજ સેલ, સોશિયલ મિડિયા સેલ, પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક અને પ્રેસ મિડિયા, યુથ કોંગ્રેસ-એન.એસ.યુ.આઈ., સરકારી કચેરીઓ તથા ચૂંટણી સંબંધિત કામગીરી અને કાર્યાલય ઈન્ચાર્જ માટે પણ પ્રભારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે.

જિલ્લા પ્રમુખશ્રી રામભાઈ સોલંકીએ તમામ તાલુકા/શહેર પ્રમુખશ્રીઓ તથા સંગઠનના હોદ્દેદારોને નવનિયુક્ત પ્રભારીશ્રીઓ સાથે સંકલન સાધી પક્ષને વધુ મજબૂત બનાવવા અનુરોધ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!