સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાનું ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૭૮.૯૫ ટકા પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં લેવાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા જિલ્લાએ વિજ્ઞાન પ્રવાહમાં ૭૮.૯૫ ટકા પરિણામ મેળવી ઉત્સાહજનક પ્રદર્શન કર્યું છે. જિલ્લામાં નોંધાયેલા ૨,૭૯૩ પરીક્ષાર્થીઓ પૈકી ૨,૭૮૪ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી ૨,૧૯૮ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર (ઈ.ક્યુ.સી.) જાહેર થયા છે.

જિલ્લામાં એ-૧ ગ્રેડઃ ૦૭ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડઃ ૧૨૬ વિદ્યાર્થીઓ બી-૧ ગ્રેડઃ ૩૩૩ વિદ્યાર્થીઓ બી-૨ ગ્રેડઃ ૪૪૭ વિદ્યાર્થીઓ સી-૧ ગ્રેડઃ ૫૭૮ વિદ્યાર્થીઓ સી-૨ ગ્રેડઃ ૫૪૨ વિદ્યાર્થીઓ ડી ગ્રેડઃ ૧૬૪ વિદ્યાર્થીઓ ઈ-૧ ગ્રેડઃ ૦૧ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

કયાં સેન્ટરનું કેટલુ પરિણામ આવ્યુ
સાબરકાંઠા
સેન્ટરનું નામ ટકાવારી
હિંમતનગર – ૭૮.૯૩
ઈડર – ૭૭.૩૬
તલોદ – ૮૦.૯૩
વડાલી – ૬૧.૭૬
ઉમેદગઢ – ૯૧.૩૭
ખેડબ્રહ્મા – ૭૬.૮૬

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!