સાબરકાંઠા

હિંમતનગર અને ખેડબ્રહ્માના ગુંદેલમાંથી રૂ.૧.૫૨ લાખથી વધુનો દારૂ ઝડપાયો એલસીબી અને એ-ડીવીઝન પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા

સાબરકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ તથા એલસીબી ટીમે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી અંદાજે રૂ.૧.૫૨ લાખથી વધુનો દારૂ અને બીયરનો જથ્થો ઝડપી લીધો હતો. બંને કાર્યવાહી દરમિયાન કુલ ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લઈને તેમની વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કે.વાય. વ્યાસ, પીએસઆઈ એન.બી. વાઘેલા તથા સ્ટાફને બાતમી મળી હતી કે મોતીપુરા બ્રિજ પાસેથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સની ડેકીમાં પાસ-પરમીટ વિના દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. જેના આધારે પોલીસે ટ્રાવેલ્સને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રાવેલ્સની ડેકીમાંથી અંદાજે રૂ.૧.૨૨ લાખની કિંમતની ૧૩૧ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રાજસ્થાનના સાગવાડાના વિનોદભારતી શંકરભારતી ગોસ્વામી તથા સુરેશ જગન્નાથ પરમારને ઝડપી લઈને તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૧.૩૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંને આરોપીઓ વિરૂદ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

બીજી તરફ એલસીબી ટીમને ખેડબ્રહ્મા તાલુકાના ગુંદેલ વિસ્તારમાં બાઈક મારફતે દારૂની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે એલસીબીએ ગુંદેલ સીમ વિસ્તારમાં વોચ ગોઠવી બાઈક સવારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરીને બાઈક નં. જીજે.૩૨એલ.૧૦૫૩ પર પસાર થઈ રહેલા કોટડા તાલુકાના ઝેર ગામના જયંતિ કાના બુંબડીયાને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી અંદાજે રૂ.૨૧ હજારથી વધુની કિંમતની ૧૬૮ દારૂની બોટલો તથા રૂ.૪૦ હજારનું બાઈક મળી કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એલસીબીએ આરોપી વિરૂદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!