ઇડર

ઈડરનું ઐતિહાસિક રાણી તળાવ ફરી વિવાદમાં: કરોડોના બ્યુટીફિકેશન કામમાં ગુણવત્તા સામે સવાલો RCC કામમાં અનેક સ્થળે ‘હનીકોમ્બિંગ’ જેવી સ્થિતિ દેખાતાં સ્થાનિકોમાં ચિંતા, તપાસની માંગ ઉઠી

ઈડર શહેરના ઐતિહાસિક અને ઓળખરૂપ રાણી તળાવ ખાતે ચાલી રહેલા બ્યુટીફિકેશન પ્રોજેક્ટને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે ચાલી રહેલા સુશોભન અને વિકાસ કામમાં ગુણવત્તા જળવાઈ રહી છે કે નહીં તે અંગે સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે.

સ્થળ પરથી સામે આવેલા ફોટોગ્રાફ્સમાં RCC દીવાલોના કેટલાક ભાગોમાં કપચી બહાર દેખાવા, સપાટી અસમાન હોવા તેમજ ‘હનીકોમ્બિંગ’ જેવી સ્થિતિ જોવા મળતા કામની ગુણવત્તા અંગે ચર્ચા શરૂ થઈ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ RCCમાં યોગ્ય કોમ્પેક્શન અથવા વાઇબ્રેશન ન થાય તો આવી સ્થિતિ સર્જાઈ શકે છે,

નિક જાગૃત નાગરિકોનું કહેવું છે કે અગાઉ પણ તળાવના વિકાસ પાછળ ખર્ચ થયા બાદ માળખાં ટૂંકા સમયમાં જર્જરિત બન્યાં હતાં. હાલના કામમાં પણ ગુણવત્તા અંગે ઉઠતા પ્રશ્નોને પગલે ફરી પ્રજાના નાણાંનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તે મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે ચાલુ કામગીરીની સ્વતંત્ર ટેક્નિકલ તપાસ કરાવવામાં આવે, RCC અને મટીરિયલના ગુણવત્તા પરીક્ષણ (લેબ ટેસ્ટ) કરાવવામાં આવે તેમજ જરૂરી હોય તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે, જેથી ઐતિહાસિક રાણી તળાવનું કામ લાંબા ગાળે ટકાઉ અને ગુણવત્તાસભર બની રહે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!