ઇડર

ઈડર માર્કેટયાર્ડની ૯ સપ્ટેમ્બરે ચુંટણી, ૧૪ બેઠક માટે મતદાન થશે

નવા કાયદા મુજબ બે બેઠકો રદ થતાં સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવ્યો

સાબરકાંઠા જિલ્લાની ઈડર માર્કેટયાર્ડની ચૂંટણીની ૧૪ બેઠકોની ચુંટણીનું જાહેરનામું તાજેતરમાં પ્રસિધ્ધ થયું છે. જેમાં ૧૪ બેઠકો માટે જરૂર પડે તો તા.૯ સપ્ટેમ્બરે ચુંટણી યોજાશે જોકે આ વખતે ઈડર માર્કેટયાર્ડની ચુંટણીમાં નવા કાયદા મુજબ બે બેઠકો રદ થઈ છે. જેના લીધે તાલુકાના તથા જિલ્લાના સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં કપાસની હરાજી માટે ઈડર માર્કેટયાર્ડ જાણીતું છે ત્યારે જિલ્લાના તથા અન્ય જિલ્લાના ખેડુતો કપાસ વેચવા માટે ઈડર માર્કેટયાર્ડની પ્રથમ પસંદગી કરે છે ત્યારે વર્તમાન ડીરેકટરોની મુદ્દ પૂર્ણ થતાં તાજેતરમાં રાજ્યના ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામકે આગામી તા.૯ સપ્ટેમ્બરના રોજ યાર્ડના ૧૪ બેઠકો માટે મતદાન યોજાશે. જેના લીધે ઈડર તાલુકાના સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન વ્યવસ્થાપક કમિટીની મુદત ગત ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થઈ ગઈ હતી. પરંતુ તત્કાલિન સમયે ચૂંટણી યોજવી શક્ય ન હોવાને કારણે રાજ્ય સરકારે વર્તમાન કમિટીને વધુ છ મહિનાની મુદત વધારી હતી. જે મુદત આગામી ઓગસ્ટ માસમાં પૂર્ણ થાય તે પહેલાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવાયું છે.
ઈડર માર્કેટયાર્ડની યોજાનાર ચુંટણીમાં ખેડૂત અને વેપારી વિભાગની ૧૪ બેઠકો માટે મતદાન થશે. ત્યારબાદ ૧૦ સપ્ટેમ્બરે મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે. તા.૯ સપ્ટેમ્બરે યોજાનાર ચૂંટણીમાં ખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ બેઠકો રહેશે. ઉલ્લેખનીય છે કે નવા કાયદા મુજબ લાયકાત ધરાવતી ન હોવાને કારણે સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગની બે બેઠકો રદ કરાઈ છે. જેથી અગાઉની ૧૬ બેઠકોને બદલે હવે ૧૪ બેઠકો માટે ચૂંટણી યોજાશે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સહકારી માળખામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. કેટલાક સહકારી આગેવાનોએ નવા ડિરેક્ટર બનવા ઈચ્છુકોએ પોતાના સંપર્ક તેજ બનાવી દીધા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!