ઈડરમાં કોંગ્રેસનું ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ યોજાયો, મંદિરમાં થયેલી ચાંદી ચોરી મામલે વિરોધ પ્રદર્શન

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ, ઈડર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ તેમજ જિલ્લા યુથ કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે આજે ઈડર ખાતે ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં વધી રહેલી કથિત **’પેપર લીક’**ની ઘટનાઓ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિર પરિસરમાં થયેલી ચાંદી ચોરીની ઘટનાના વિરોધમાં પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ મંદિરોની સુરક્ષા મજબૂત બનાવવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી, એન.એસ.યુ.આઈ. ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, યુથ કોંગ્રેસ ગુજરાતના પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલા, જિલ્લા પ્રભારી દિનેશભાઈ ગઢવી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ એકતાબેન પટેલ, સાબરકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ ભગોરા, ઈડર શહેર કોંગ્રેસ પ્રમુખ જીતુભાઈ પંચાલ તથા ઈડર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નંદુભાઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે રાજ્યમાં બનતી વિવિધ ઘટનાઓ સામે લોકહિતના પ્રશ્નોને લઈને સરકારનું ધ્યાન દોરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.




