Uncategorized
હિંમતનગર સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી રૂ. ૩૫ હજારનું બાઈક ચોરાયું

હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી અજાણ્યા તસ્કરે રૂ. ૩૫ હજારની કિંમતનું બાઈક ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ગત તા. ૧૮ જૂનની રાત્રે નવી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરાયેલ બાઈક અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ ગયો હતો. આ અંગે બાઈકના માલિક સોમીબેન રમેશભાઈ થોરીએ બુધવારે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે બાઈક ચોરને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે.




