અરવલ્લી

હિંમતનગર SOGની કાર્યવાહી: હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ

સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવેલી ડ્રાઇવ દરમિયાન SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે હિંમતનગર બસ સ્ટેશન આગળથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો.

પકડાયેલ આરોપીની ઓળખ પંકીલકુમાર દાનજીભાઈ રાઠોડ (ઉં. 24), રહે. ગોધમજી, તા. ઈડર, જી. સાબરકાંઠા તરીકે થઈ છે. આરોપી સામે અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં તે લાંબા સમયથી ફરાર હતો. તેની કાયદેસરની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

પૂછપરછ દરમિયાન આરોપીએ અંદાજે પાંચ મહિના અગાઉ મોડાસા-શામળાજી રોડ પર આવેલી બંધ હોટેલમાંથી જૂના જનરેટરની ચોરી તેમજ અંદાજે સવા વર્ષ અગાઉ માલપુર તાલુકાના એક ખેતરમાંથી જૂના કિર્લોસ્કર મશીનની ચોરી કરી હોવાની કબૂલાત પણ આપી હોવાનું SOGએ જણાવ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી SOGના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ. ઝાલા તથા ટીમના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ સફળતાપૂર્વક પાર પાડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!