પ્રાંતિજમાં ઘર આગળ પાર્ક કરેલી બાઈકની ચોરી, પોલીસ તપાસમાં વ્યસ્ત

પ્રાંતિજના નાની ભાગોળ વિસ્તારમાં ઘર આગળ પાર્ક કરેલી બાઈક દિવસ દરમિયાન જ અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર બાઈક માલિકે પોતાની બાઈક ઘર આગળ પાર્ક કરી હતી. દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ તકનો લાભ લઈ બાઈકની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. બાઈક ન દેખાતા માલિકે આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાઈકનો કોઈ પત્તો ન લાગતા આખરે પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્રિત કરી ચોરી કરનાર શખ્સની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
તાજેતરમાં વાહન ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો હોવાથી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. પોલીસે બાઈક ચોરી કરનાર તસ્કરને ઝડપવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
સાબર રીપોર્ટર ન્યૂઝપેપર
સમાચાર કોઈપણ કિંમત પર
તંત્રી : બાદશાહ પઠાણ | મો. 9898693985



