Uncategorized

હિંમતનગરમાં વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી અસારવા તરફ પ્રસ્થાન કરાયું

** હિંમતનગર રેલવે સ્ટેશન પર શહેરનું માનવ મહેરામણ ઉમટ્યું

પરાગ હજારી-સિનિયર જર્નાલિસ્ટ

સાબરકાંઠા-અરવલ્લીની પ્રજા અત્યાર સુધી મીટરગેજ ટ્રેક પર દોડતી ટ્રેનો જોઈ છે પરંતુ હવે રેલ્વે તંત્રએ સમગ્ર દેશમાં કરેલી કાયાપલટને લઈ અસંખ્ય ટ્રેનો એસી કોચ સાથે ઝડપથી ચાલી રહી છે ત્યારે સાબરકાંઠા-અરવલ્લી માટે તેના ઈતિહાસમાં વધુ એક પીંછ ઉમેરી દીધુ છે. ત્યારે સાબરકાંઠાના બે સાંસદોની સતત રેલ્વે મંત્રી સમક્ષ વંદે ભારત ટ્રેનનો લાભ સાબરકાંઠા અને અરવલ્લીને મળવો જોઈએ તેના ફળ સ્વરૂપે સોમવાર તા.૧૬ ફેબ્રુઆરી ર૦ર૬થી રેલ્વે તંત્રએ સુવિધા યુક્ત અને આ બંને જિલ્લાને ગૌરવ અપાવતી વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાયો છે ત્યારે હિંમતનગર રેલ્વે સ્ટેશન પર યોજાયેલા ટ્રેનના સ્વાગત કાર્યક્રમમાં અનેક લોકોએ ઉપસ્થિત રહીને ટ્રેનનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉદેપુરથી હિંમતનગર થઈ અસારવા જતી આ ટ્રેનને બંને સાંસદ તથા આમ પ્રજાની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.

આ અંગેની વિગત એવી છે કે, વર્ષોથી સાબરકાંઠા-અરવલ્લીની પ્રજાને રાજસ્થાન તથા અમદાવાદ થઈ દક્ષિણ ભારત જવા માટે કોઈ ટ્રેનની સગવડ મળી નથી દરમ્યાન સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને રમિલાબેન બારા દ્વારા અવાર નવાર કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવની રૂબરૂ મુલાકાત લઈને ઉદેપુરથી અસારવા વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવા માટે જોરદાર રજુઆત કરાઈ હતી. ત્યારબાદ રેલ્વે મંત્રીએ અગાઉ આ બંને સાંસદોને થોડાક મહિના રાહ જોવા માટે હૈયાધારણ આપી હતી. અત્યારે સંસદમાં બજેટ સત્ર ચાલી રહયું છે ત્યારે આ બંને સાંસદોએ ફરીથી રજુઆત કરી હતી.જેના ફળ સ્વરૂપે રેલ્વે તંત્રએ ત્વરિત નિર્ણય લઈને ઉદેપુર-અસારવા વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લઈને બે દિવસ અગાઉ સાબરકાંઠા-અરવલ્લી ગુજરાતની પ્રજાને વંદે ભારત ટ્રેન શરૂ કરવાના નિર્ણયની સોશ્યલ મીડીયા મારફતે જાણકારી આપી હતી. જેના ભાગરૂપે સોમવારે બપોરે લગભગ ર.૪પ વાગે ઉદેપુરથી નિકળેલી વાયા હિંમતનગર થઈ અસારવા જતી વંદે ભારત ટ્રેનનું આગમન થતાની સાથે જ હિંમતનગર રેલ્વે સ્ટેશન પર ઉપસ્થિત લોકોએ ભારત માતા કી જય સાથેના નારા સાથે ટ્રેનનું તિરંગા ધ્વજ સાથે સ્વાગત કર્યું હતું.

આ ટ્રેન હિંમતનગર રેલ્વે સ્ટેશન પર લગભગ એક કલાક રોકાઈ હતી દરમ્યાન રેલ્વે તંત્ર દ્વારા યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદો, રેલ્વેના અધિકારીઓ અને સાબરકાંઠા પદાધિકારીઓ સહિત કલેકટર અને ઉચ્ચ અધિકારીઓએ વંદે ભારત ટ્રેન અંગે જરૂરી માહિતી રજુ કરી હતી. આ પ્રસંગે રાજસભાના સાંસદ મયંક નાયકે પણ રેલ્વેના અધિકારીઓને હજુ પણ આગામી સમયમાં વધુ ટ્રેનોનો લાભ ઝડપથી મળી રહે તે માટે અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
***
** વંદે ભારત ટ્રેનને કયા સ્ટોપેજ અપાયા
ઉદેપુર- અસારવા વચ્ચે મંગળવાર સિવાય છ દિવસ ચાલનારી આ ટ્રેનનો નંબર ર૬૯૬૩ અને ર૬૯૬૪ અપાયો છે સાથો સાથ આ ટ્રેન ઉદેપુરથી નિકળી જાવર, ડુંગરપુર, હિંમતનગર થઈ અસારવા પહોંચશે, ઉદેપુરથી સાંજે ૬.૧૦ કલાકે ઉપડી ૬.૪પ વાગે જાવર, ૭.૪૯ કલાકે ડુંગરપુર, ૯.૦૭ કલાકે હિંમતનગર થઈ ૧૦.રપ કલાકે અસારવા પહોંચશે. અસારવાથી નિકળનારી આ ટ્રેન હિંમતનગર ૧૮.પ૩ કલાકે પહોંચશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!