રાજનીતિ

ખેરાલુના ડાવોલ ગામમાં બાળકોના સ્વાસ્થ્ય માટે ઐતિહાસિક નિર્ણય: ₹૫ અને ₹૧૦ના પડીકાંના વેચાણ પર સખત પ્રતિબંધ

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડાવોલ ગામમાં બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. ડાવોલ ગ્રામ પંચાયત દ્વારા જાહેર નોટીસ બહાર પાડીને ગામની હદમાં આવતા તમામ દુકાનદારોને ₹૫/- અને ₹૧૦/-ની કિંમતના નાના પડીકાં (વેફર્સ, કુરકુરે, ચોકલેટ વગેરે જેવા પેકેટ)નું વેચાણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગ્રામસભામાં લેવાયો નિર્ણય

નાના બાળકોના સ્વાસ્થ્ય પર પડીકાંના સેવનથી થતી વિપરીત અસરોને ધ્યાને રાખીને ડાવોલ ગામના ગ્રામજનો દ્વારા ગ્રામસભામાં ચર્ચા-વિચારણા કરીને આ પડીકાંના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો.

૧૬ ઓગસ્ટથી સંપૂર્ણપણે વેચાણ બંધ કરવાનો આદેશ

જાહેર નોટીસ મુજબ, તમામ દુકાનદારોને તારીખ ૧૫-૦૮-૨૦૨૬ સુધીમાં તેમની પાસે રહેલો જૂનો જથ્થો પૂર્ણ કરી લેવા સૂચના અપાઈ છે. તારીખ ૧૬-૦૮-૨૦૨૬થી ગામમાં આવા નાના પડીકાંનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાનું રહેશે.

નિયમ ભંગ કરનાર સામે સખત કાર્યવાહી:

  • પ્રથમ વાર નિયમ ભંગ કરવા પર: ₹૧,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવશે.

  • બીજી વાર પકડાવા પર: સંબંધિત દુકાનનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવશે અથવા દુકાન બંધ કરાવવાની ફરજ પાડવામાં આવશે.

ડાવોલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી મંજુલાબેન ગોવિંદભાઈ પરમાર અને ગ્રામજનો દ્વારા લેવાયેલા આ કડક નિર્ણયની આસપાસના વિસ્તારોમાં ભારે સરાહના થઈ રહી છે. બાળકોને બિનઆરોગ્યપ્રદ ખોરાકથી દૂર રાખવા અને તેમના સ્વાસ્થ્યની જાળવણી માટે અન્ય ગ્રામ પંચાયતો માટે પણ આ નિર્ણય એક પ્રેરણારૂપ સાબિત થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!