રાજનીતિ

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસનું કાર્યાલય મોતીપુરા ખાતે શિફ્ટ, સંગઠનાત્મક પ્રવૃત્તિઓને મળશે નવી ગતિ

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના મુખ્ય કાર્યાલયના રિનોવેશન અને આધુનિકીકરણની કામગીરી શરૂ થતાં પક્ષની કામગીરી અવિરત ચાલુ રહે તે માટે જિલ્લા કોંગ્રેસનું કાર્યાલય હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલા ‘આવિષ્કાર કોમ્પલેક્ષ’ (બ્લોક-A) ખાતે અસ્થાયી ધોરણે શિફ્ટ કરવામાં આવ્યું છે.નવા કાર્યાલયની વ્યવસ્થાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કરવા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી સહિતના વરિષ્ઠ આગેવાનો મોતીપુરા સ્થિત કાર્યાલયની મુલાકાતે પહોંચ્યા હતા. આગેવાનોએ કાર્યાલયની ભૌતિક સુવિધાઓ અને સંગઠનાત્મક વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.

જિલ્લા કોંગ્રેસના મૂળ કાર્યાલયનું રિનોવેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી પક્ષની પ્રવૃત્તિઓ માટે આ નવી જગ્યા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ અને વરિષ્ઠ અગ્રણી કનુભાઈ ભાટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોંગ્રેસના આગેવાનોએ તેમની આ સહાય અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.આ મુલાકાત દરમિયાન જિલ્લા કોંગ્રેસના વિવિધ સેલના હોદ્દેદારો, મોરચાના પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે મોતીપુરા ખાતેનું નવું કાર્યાલય સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ વેગ આપશે અને જનતાના પ્રશ્નોને અસરકારક રીતે વાચા આપવા માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.નવી ઓફિસ ટૂંક સમયમાં વિધિવત રીતે કાર્યરત કરવામાં આવશે અને ત્યાંથી પક્ષની તમામ વહીવટી તથા લોકસંપર્ક સંબંધિત કામગીરીનું સંચાલન કરવામાં આવશે. કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ નવા સ્થળેથી સંગઠનને વધુ મજબૂત બનાવવા અને લોકો સાથેનો સંપર્ક વધુ અસરકારક બનાવવાના પ્રયાસોને નવી ઊર્જા મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!