રાજનીતિ

પાંચ રાજ્યોના પરિણામો બાદ હિંમતનગરમાં ભાજપનો જોરદાર વિજયોત્સવ, કાર્યકરોમાં ઉમંગ છલકાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાં ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરિણામોની ખુશીમાં શહેરમાં વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

પશ્વિમ બંગાળ, તમિલનાડુ, કેરલ, આસામ અને પુડુચેરી રાજ્યના ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ હિંમતનગરના ટાવર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ધારાસભ્ય વી.ડી. ઝાલા, ભાજપ મહામંત્રી બિપિન ઓઝા સહિત પાલિકાના કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા ફટાકડાં ફોડી અને મીઠાઈ વહેંચીને વિજયોત્સવ ઉજવાયો હતો. કાર્યકરોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી તેમજ ટાવર વિસ્તારમાં લારી-ગલ્લાના વેપારીઓને જાલમૂરીનું વિતરણ કરીને ઉજવણીને વિશેષ બનાવવામાં આવી હતી. વડાપ્રધાન દ્વારા પશ્ચિમ બંગાળમાં પ્રચાર દરમિયાન જાલમૂરી લેતા વીડિયો વાયરલ થતાં, તે પ્રતીકાત્મક રીતે પણ અહીં ઉજવણીમાં જોડાયું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ટાવર ચોક વિસ્તાર ઉત્સાહ અને આનંદના માહોલથી ગૂંજી ઉઠ્યો હતો. ચૂંટણી પરિણામોને લઈ હિંમતનગરમાં ભાજપ કાર્યકરો દ્વારા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!