શિક્ષકથી સાંસદ બનેલા શોભનાબેનની શ્રીકૃષ્ણ ભક્તિ પ્રચાર સભામાં ઝળકી

શીતલ ઠાકર,ગાંધીનગર
ગઢડા ખાતે યોજાયેલી ચૂંટણી પ્રચાર સભામાં સાંસદ શોભનાબેન બારૈયાની અનોખી ઓળખ ફરી એકવાર જોવા મળી હતી. શિક્ષકથી સાંસદ સુધી પહોંચેલા શોભનાબેન બારૈયાના વ્યક્તિત્વમાં રહેલી શ્રીકૃષ્ણ ભક્તિ પ્રચાર મંચ પર સ્પષ્ટ રીતે ઝળકી ઊઠી હતી.
સભા દરમિયાન શોભનાબેને રાધા અને કૃષ્ણના સવાલ-જવાબને આધારે સુંદર અને મંત્રમુગ્ધ કરતી રચના રજૂ કરી હતી. તેમની વાણીમાં ભક્તિ, સંસ્કાર અને લાગણીનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો. શ્રોતાઓ લાંબા સમય સુધી મંત્રમુગ્ધ બનીને સાંભળતા રહ્યા હતા.

શોભનાબેન બારૈયા અગાઉ શિક્ષિકા તરીકે સેવા આપી ચૂક્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં વર્ષો સુધી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યા બાદ તેમણે સમાજસેવામાં પોતાને સમર્પિત કર્યા હતા. ત્યારબાદ તેઓ પ્રથમવાર સાંસદ બન્યા છે.
પ્રચાર સભામાં રાજકીય ભાષણો વચ્ચે તેમની શ્રીકૃષ્ણ ભક્તિથી ભરપૂર રજૂઆત લોકો માટે ખાસ આકર્ષણ બની હતી. કાર્યક્રમ બાદ તેમની રજૂઆતનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો.
શિક્ષકથી સાંસદ સુધીની સફર અને સાથે શ્રીકૃષ્ણ ભક્તિનો રંગ, શોભનાબેન બારૈયાની આ અનોખી છબી હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.




