રાજનીતિ

આપના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા ધારાસભ્ય પદ જોખમમાં, આગળની કાનૂની કાર્યવાહી પર સૌની નજર

નર્મદા જિલ્લાના રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને વર્ષ 2023ના વન વિભાગના અધિકારીઓ પર હુમલો, સરકારી ફરજમાં અડચણ અને ખંડણી સંબંધિત કેસમાં દોષિત ઠેરવી 7 વર્ષની સખત કેદ તથા દરેકને રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે. કેસ દરમિયાન સરકારી જમીન પરથી ગેરકાયદે પાક દૂર કરવાની કાર્યવાહી બાદ વન અધિકારીઓને બોલાવી હુમલો અને ધમકી આપ્યાનો આરોપ હતો.

સાત વર્ષની સજા થતાં જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની જોગવાઈઓ મુજબ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જવાની શક્યતા ઊભી થઈ છે. જો ઉચ્ચ અદાલત દ્વારા દોષિત ઠરાવવાના નિર્ણય (Conviction) પર સ્ટે નહીં મળે તો તેમનું સભ્યપદ સમાપ્ત થઈ શકે છે અને આગામી નિર્ધારિત સમયગાળા સુધી ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ લાગી શકે છે.

હવે ચૈતર વસાવા તરફથી ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવે તેવી શક્યતા છે. જો હાઈકોર્ટ સજા અથવા દોષિત ઠરાવવાના આદેશ પર સ્ટે આપે તો કાનૂની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. હાલ સમગ્ર મામલે સૌની નજર આગામી ન્યાયિક કાર્યવાહી પર કેન્દ્રિત થઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!