Uncategorized

વિજયનગરના ૬-ચિતરીયા તાલુકા પંચાયત બેઠકની ચૂંટણી ઉમેદવારના અવસાનના કારણે મોકૂફ

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ૬-ચિતરીયા (અનુસૂચિત આદિજાતિ સ્ત્રી) બેઠક માટે તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણી હાલ પૂરતી રદ કરવામાં આવી છે. આ બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના હરીફ ઉમેદવાર શ્રીમતી લીનાબેન લક્ષ્મણસિંહ નિનામાનું તા. ૧૭/૦૪/૨૦૨૬ના રોજ બીમારીના કારણે અવસાન થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો ૧૯૯૪ના નિયમ ૨૩ મુજબ, ચૂંટણી અધિકારી અને મામલતદાર વિજયનગર દ્વારા આ બેઠકનું મતદાન મોકૂફ રાખવાનો સત્તાવાર હુકમ કરવામાં આવ્યો છે. હવે પછી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા બાદ આ બેઠક માટેની આગામી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!