એક મત બોલ્યો જોરથી… વડાલીમાં ભાજપને ઝાટકો, કોંગ્રેસ સત્તામાં જોરથી

📌 વડાલી નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોએ આ વખતે બદલાવને પસંદ કરતાં ભાજપને મોટો ઝટકો આપ્યો છે. ૬ વોર્ડની કુલ ૨૪ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી પૂર્ણ થયા બાદ જાહેર થયેલા સત્તાવાર પરિણામોમાં કોંગ્રેસે જંગી જીત મેળવી સત્તા કબજે કરી છે.
📊 પરિણામ મુજબ ૬ પૈકી ૫ વોર્ડમાં મતદારોએ ભાજપને નકારી કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવ્યા છે. જ્યારે ભાજપને માત્ર વોર્ડ નં. ૧ માં જ ચાર બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો છે.
💧 સ્થાનિક સ્તરે ચર્ચાતું મુખ્ય કારણ પાણીનો પ્રશ્ન રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી વડાલી શહેરની જનતાને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. અનેક વિસ્તારોમાં લોકો પાણી માટે દોડધામ, રજૂઆતો અને તકલીફો વચ્ચે જીવતા હતા.
📣 નગરપાલિકામાં અગાઉ સત્તામાં રહેલા ભાજપના કોર્પોરેટરો સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા લોકોમાં અસંતોષ વધતો ગયો હતો.
🗳️ જેના પરિણામે આ વખતે મતદારોએ મનોમન પરિવર્તનનો નિર્ણય કરીને કોંગ્રેસને સત્તાનું સુકાન સોંપ્યું હોવાનું પરિણામો પરથી સ્પષ્ટ બન્યું છે.
🏛️ ભાજપ માટે સાંત્વના રૂપે વોર્ડ નં. ૧ માં ચાર ઉમેદવારો વિજયી બન્યા છે, પરંતુ નગરપાલિકામાં બહુમતી કોંગ્રેસ પાસે જતા આગામી પાંચ વર્ષ સુધી ભાજપના આ ચૂંટાયેલા સભ્યોને વિપક્ષની ભૂમિકા ભજવવી પડશે.
🟢 કોંગ્રેસના વિજેતા ઉમેદવારો (૨૦)
વોર્ડ નં. ૨
* મંજુલાબેન વિનુભાઈ સગર
* રમેશ રામાભાઈ સગર
* શીવાભાઈ ડાહ્યાભાઈ વણકર
* હંસાબેન રમેશભાઈ સગર
વોર્ડ નં. ૩
* અવિનાશ બાબુલાલ સથવારા
* રાજેશ રામજીભાઈ પરમાર
* રીટાબેન કમલેશભાઈ ગોતિયા
* હંસાબેન રમેશભાઈ વણકર
વોર્ડ નં. ૪
* અમીત અરવિંદ સોલંકી
* ઈમરાન ઈકબાલભાઈ મેમણ
* કમુબેન રાજેશભાઈ ખાંટ
* ભાવનાબેન કમલેશભાઈ સુથાર
વોર્ડ નં. ૫
* અજીતસિંહ મહોબતસિંહ રાઠોડ
* ઐયુબખાન સલીમખાન નાગોરી
* જીગીષાબેન શૈલેષકુમાર પરમાર
* મીનાબેન અશોકભાઈ પટેલ
વોર્ડ નં. ૬
* આશાબેન સુભાષભાઈ ખાંટ
* જ્યોત્સનાબેન અનંતકુમાર પ્રજાપતિ
* પ્રવિણ શંકરભાઈ ખાંટ
* મહમદ યુનુસ અબ્દુલભાઈ મનસુરી
🟠 ભાજપના વિજેતા ઉમેદવારો (૪)
વોર્ડ નં. ૧
* કોમલબેન હિરાભાઈ સગર
* દિનેશ ડાહ્યાભાઈ સગર
* બાબુભાઈ ભીખાભાઈ સગર
* શીતલબેન વિષ્ણુભાઈ પ્રજાપતિ
📌 પક્ષવાર પરિણામ
🟢 કોંગ્રેસ – ૨૦ બેઠકો
🟠 ભાજપ – ૪ બેઠકો
વડાલીનો જનાદેશ સ્પષ્ટ — “વચનો નહીં, કામ જોઈએ”





