લાઇફ સ્ટાઇલ

પ્રવેશોત્સવમાં નાનાં ભૂલકાઓનું કરાયું સ્વાગત, કીટ વિતરણ સાથે વૃક્ષારોપણનો સંદેશ

હિંમતનગર તાલુકાના બેરણા ગામની પ્રાથમિક શાળામાં આજે પ્રવેશોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રવેશોત્સવ અંતર્ગત શાળામાં પ્રથમવાર પ્રવેશ મેળવનાર નાનાં ભૂલકાઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ તેમને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે આંગણવાડીના બાળકોને પણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધોરણ-૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ કરી તેમના શૈક્ષણિક જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન વિવિધ શૈક્ષણિક પરીક્ષાઓ તેમજ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, શિસ્ત અને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!