સાબરકાંઠા

સાબરકાંઠા ધો.૧૨ સામાન્ય પ્રવાહ ૯૨.૩૦ ટકા પરિણામ

ગત વર્ષ કરતાં સામાન્ય પ્રવાહમાં ૦.૨૦ ટકા પરિણામમાં વધારો થયો

સાબરકાંઠા જિલ્લામાં લેવાયેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર થયું છે ત્યારે તેમાં સાબરકાંઠામાં સામાન્ય પ્રવાહનું ૯૨.૩૦ ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષની સરખામણીમાં અંદાજે ૦.ર૦ ટકા વધારે છે.
સાબરકાંઠામાં ચાલુ વર્ષ ૨૦૨૬માં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૧,૫૨૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૧૦,૬૩૯ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે ૮૮૭ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આમ, સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ ૯૨.૩૦ ટકા રહ્યું છે. સોમવારે બોર્ડની વેબસાઈટ પર સવારે ૧૦ વાગે પરિણામ જાહેર થતાની સાથે જ ધો.૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી ચુકેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ સતત ધસારો કરીને વેબસાઈટ પર જોવા માટે વારંવાર પ્રયાસ કર્યા હતા પરંતુ તરત જ વેબસાઈટ પર મુકાયેલ પરિણામ જોવા માટે ખાસ્સો સમય રાહ જોવી પડી હતી.
સાબરકાંઠામાં સામાન્ય પ્રવાહના કયાં ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા
એ-૧ ગ્રેડ – ૫૭, એ-૨ – ૫૬૨, બી-૧ – ૧૩૯૬, બી-૨ – ૨૩૭૦, સી-૧ – ૩૧૩૬, સી-૨ – ૨૫૨૮, ડી – ૫૭૬ અને ઈ-૧ ગ્રેડમાં ૧૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

ગત વર્ષ કેટલુ પરિણામ આવ્યું હતું.
વર્ષ ૨૦૨૫માં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૨.૧૦ ટકા હતું, જે આ વર્ષે ૯૨.૩૦ ટકા થયું છે, આમ ૦.૨૦ ટકાનો વધારો નોંધાયો છે દરમ્યાન સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતાં મોટાભાગના વિદ્યાર્થીઓ હવે પછી આર્ટ્સ અથવા કોમર્સ પ્રવાહમાં પ્રવેશ મેળવવા માટે આયોજન કરી રહયા છે.

કયાં સેન્ટરનું કેટલુ પરિણામ આવ્યુ
સાબરકાંઠા
સેન્ટરનું નામ ટકાવારી
હિંમતનગર ૮૯.૨૪
ઈડર ૯૦.૮૪
તલોદ ૮૫.૯૨
વડાલી ૯૧.૩૪
ગાંભોઈ-રાયગઢ ૯૩.૨૦
નિકોડા ૯૧.૪૮
જાદર ૯૧.૨૮
બડોલી ૯૨.૭૯
ઉમેદગઢ ૯૫.૯૪
કાવા ૯૫.૪૮
પ્રાંતિજ ૮૭.૦૪
મજરા ૯૮.૨૬
પુંસરી ૯૮.૧૪
વિજયનગર ૯૪.૦૦
અંદ્રોખા ૯૪.૧૮
ચિઠોડા ૯૩.૫૫
બીલડીયા ૯૫.૯૧
ખેડબ્રહ્મા ૯૧.૧૫
લીંબડીયા ૯૪.૮૦
રણાસણ ૯૩.૩૭
હરસોલ ૯૪.૭૫

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!