હિમતનગર

હિંમતનગરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, મહિલા આરોપી ઝડપાઈ; સોનાની વીંટી કબજે

હિંમતનગરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, મહિલા આરોપી ઝડપાઈ; સોનાની વીંટી કબજે

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ-ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો સફળ ભેદ ઉકેલી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ચોરીમાં ગયેલી અંદાજે રૂ. 35,900 કિંમતની સોનાની વીંટી કબજે કરી છે.

પોલીસે મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચાલી રહેલી તપાસ દરમિયાન સર્વેલન્સ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે દિવ્યા ઉર્ફે દેવાંશી ઉપેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ. 26), રહે. ચિત્રકૂટ સોસાયટી, મહાવીરનગર, હિંમતનગરને ઝડપી પાડવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ઘરફોડ ચોરીની કબૂલાત કરતા પોલીસે ચોરીમાં ગયેલી સોનાની વીંટી કબજે કરી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

આ કામગીરી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે. વાય. વ્યાસ તથા સર્વેલન્સ સ્ક્વોડની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!