હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ,હિંમતનગર માં Innovation Club અંતર્ગત ૧૦ દિવસીય (૩૦ કલાક) વકૅશોપ ‘

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ,હિંમતનગર માં Innovation Club અંતર્ગત ૧૦ દિવસીય (૩૦ કલાક) વકૅશોપ ‘ Legal Entrepreneurship and Vernacular Innovation in Digital Era’ વિષય અંતર્ગત આયોજન કરવામાં આવેલ છે. તારીખ ૦૯/૦૨/૨૦૨૬ સોમવાર ના રોજ વકૅશોપ ના ઉદ્ઘાટન પ્રસંગે સીનીયર વકીલશ્રી રશ્મિકાન્ત એન. પંડયા સાહેબ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલ. આ વકૅશોપ ના કીનોટ સ્પીકર તરીકે શ્રી રશ્મિકાન્ત એન. પંડયા સાહેબે ક્રિમીનલ ક્ષેત્રે વકીલાત અંગે વિધાર્થીઓને માગૅદશૅન પૂરૂં પાડેલ તેમજ વકીલાત દરમિયાન તેમના અનુભવો અને વિવિધ કેસોની ચચૉ દ્વારા વિદ્યાર્થીઓને વકીલાત ક્ષેત્રે સફળતા માટે ની વિવિધ કડીઓની માહિતી પૂરી પાડીને વિધાર્થીઓ ના પ્રશ્ર્નો અને મૂંઝવણો નો સચોટ ઉકેલ દશૉવેલ. આ પ્રસંગે કોલેજ ના ઈનચાર્જ પ્રિન્સીપાલ ડૉ. બિનલબેન પટેલ દ્વારા મહેમાન શ્રી નું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ડૉ. વૈદેહી પંડ્યા દ્વારા કરવામાં આવેલ.કાયૅકમ ની આભાર વિધિ ડૉ. જયપ્રકાશ જાની દ્વારા કરવામાં આવેલ. હિંમતનગર કેળવણી મંડળ ના હોદેદારો દ્વારા વકૅશોપ ની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ કોલેજ ના સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓ ના ઉત્સાહ અને સહકારથી સફળ થયેલ છે.




