હિમતનગર

પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપી ઝડપાયો, બી ડિવિઝન પોલીસની કાર્યવાહી

શીતલ ઠાકર,

હિંમતનગર બી ડિવિઝન પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપીને ઝડપવામાં સફળતા મળી છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં પકડવાનો બાકી રહેલો આરોપી અશ્વિન કાંતિલાલ ડામોર (રહે. મુદર, તાલુકો બીછીવાળા, રાજ્ય રાજસ્થાન) પોલીસના હાથે ઝડપાયો છે.

મળતી માહિતી મુજબ પોલીસ ટીમ આરોપીની શોધખોળ માટે રાજસ્થાન ખાતે તેના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેને કાયદેસર રીતે ઝડપી લેવામાં આવ્યો હતો.

આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બી ડિવિઝન પોલીસની આ કામગીરીને નોંધપાત્ર સફળતા માનવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!