સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુશળ એથ્લેટ મયુરી ગામીત એ બ્રોન્ઝ મેડલ મેળવી રચ્યો ઈતિહાસ
દેશના સર્વપ્રથમ 'ખેલો ઈન્ડિયા જનજાતીય ખેલ-મહોત્સવ' (National Tribal Games)માં

છત્તીસગઢનાં જગદલપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત દેશના સર્વપ્રથમ ‘ખેલો ઈન્ડિયા જનજાતીય ખેલ-મહોત્સવ‘ (National Tribal Games) માં એથ્લેટીક્સની સ્પર્ધા યોજાઈ હતી. તેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુશળ એથ્લેટ મયુરી ગામીત એ એથ્લેટીક્સની સ્પર્ધામાં લાંબી કુદની ઈવેન્ટમાં ૫.૪૨ મીટરનો જંપ લગાવીને પોતાની અદ્વિતીય લાંબી છલાંગ લગાવીને સમગ્ર ભારતમાં તૃતીય સ્થાન મેળવી ‘બ્રોન્ઝ મેડલ‘ મેળવી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના ડિરેક્ટર પ્રો(.(ડૉ.) રણછોડ રથવીએ જણાવ્યુ હતુ કે, આ સ્પર્ધા રાષ્ટ્રીય સ્તરની દેશના સર્વપ્રથમ ‘ખેલો ઈન્ડિયા જનજાતીય ખેલ-મહોત્સવ‘ (National Tribal Games) જનજાતીય મહાકુંભમાં એથ્લેટીક્સની સ્પર્ધામાં લાંબી કુદની ઈવેન્ટમાં વિજયી બની મેડલ મેળવ્યો હોય તેવી ગુજરાત રાજ્યની આ સૌપ્રથમ ઐતિહાસિક સિદ્ધિ છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુશળ એથ્લેટ મયુરી ગામીતની આ અપ્રતિમ સફળતાએ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને ગુજરાત રાજયના ખેલ જગતનું ગૌરવ અને સન્માન રાષ્ટ્રીય ફલક પર વધાર્યું છે. બહેનોની સ્પર્ધામાં આવી વિશિષ્ટ સિધ્ધિ મેળવવી ખૂબજ ગૌરવની વાત છે.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુશળ એથ્લેટ મયુરી ગામીતની આવી વિશિષ્ટ અને વિરલ સિદ્ધિ મેળવવા માટે સમગ્ર ગુજરાત અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ગૌરવ અને સન્માન વધાર્યુ છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુશળ એથ્લેટ મયુરી ગામીતને આવી વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. મનીષ રાવલ સાહેબ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ ના ડિરેક્ટર પ્રો.(ડૉ.)રણછોડ રથવીએ અને સમગ્ર યુનિવર્સિટી પરિવારે અભિનંદન આપ્યા હતા. મયુરી ગામીતની આવી વિશિષ્ટ સિદ્ધિ મેળવવા માટે તેના માર્ગદર્શક એથ્લેટીક્સ કોચ પિંકલભાઈ આહિર, આસી.પ્રોફેસર નિશા નાઈકોડી અને હરેશ ભવાનીએ માર્ગદર્શન આપ્યુ હતું.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. મનીષ રાવલ સાહેબ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ ના ડિરેક્ટર પ્રો.(ડૉ.)રણછોડ રથવીએ આ સફળતાને રાજયના ખેલાડીઓ માટે પ્રેરણારૂપ ગણાવી વિજેતા ખેલાડીના ઉજ્જવળ ભવિષ્ય માટે અનંત શુભેચ્છાઓ આપી હતી.




