હિંમતનગર લૉ કોલેજ ખાતે “હર ઘર તિરંગા” ઝુંબેશ અંતર્ગત વર્ગ સુશોભન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગર ખાતે દેશના ૮૦મા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તારીખ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ “હર ઘર તિરંગા” ઝુંબેશ ૨૦૨૬ અંતર્ગત એક વિશેષ ‘વર્ગ સુશોભન’ (Classroom Decoration) કાર્યક્રમનું ઉત્સાહસભર આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતા, દેશપ્રેમ અને ત્રિરંગા પ્રત્યેના આદરની ભવના વધુ સુદ્રઢ બનાવવાનો હતો.
તિરંગાના રંગોથી સજ્યા વર્ગખંડો
કાર્યક્રમ દરમિયાન લૉ કોલેજના વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના કલા-કૌશલ્યનો ઉપયોગ કરીને વર્ગખંડોને કેસરી, સફેદ અને લીલા રંગના ફુગ્ગા, નાના રાષ્ટ્રધ્વજ, ત્રિરંગા ક્રાફ્ટ અને દેશભક્તિના પ્રેરણાદાયી સૂત્રો (જેમ કે “યુવા હૈ, ચલો તન-મન સબ દેશ કા કાર્ય કરે”) થી ખૂબ જ સુંદર રીતે સજાવ્યા હતા.
સ્ટાફ અને વિદ્યાર્થીઓનો સુમેળભર્યો સહકાર
કોલેજના સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થીઓના અદ્ભુત સાથ અને સહકારથી આ આખો કાર્યક્રમ ખૂબ જ આયોજનબદ્ધ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે કોલેજના અધ્યાપકગણ અને સ્ટાફે પણ હાજર રહીને વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સર્જનાત્મકતાને બિરદાવી હતી.સમગ્ર કેમ્પસ દેશભક્તિના માહોલથી ગૂંજી ઉઠ્યું હતું અને વિદ્યાર્થીઓએ આજના આ કાર્યક્રમ થકી સ્વતંત્રતા દિવસની ઉજવણીને યાદગાર બનાવી દીધી હતી.




