હિમતનગર

રણાસણ ત્રણ રસ્તા નજીકથી દારૂ ભરીને જતી ટ્રક પકડાઈ

જીગ્નેશ સોની હિંમતનગર

રૂા. ૬૮.૭૭ લાખની દારૂની ૪૭૧ પેટી પકડાઈ
ટ્રકના ચાલકની અટકાયત કરાઈ

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી બુટલેગરો પોલીસને થાપ આપી લાખો રૂપિયાનો પાસ પરમીટ વિનાનો દારૂનો જથ્થો ભરીને ગુજરાતમાં પ્રવેશી અન્ય સ્થળે મોકલી રહ્યા છે ત્યારે બુધવારે રાત્રે ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રણાસણ ત્રણ રસ્તા નજીકથી પસાર થઈ રહેલ એક ટ્રકના ચાલકે ખોટી બિલ્ટીઓ બનાવી ટ્રકમાં લાકડાના પાટીયાની આડમાં લઈ જવાતા અંદાજે રૂા. ૬૮.૭૭ લાખની કિંમતની ૪૭૧ પેટીમાં રખાયેલ ૭ર૭ર દારૂની બોટલો એલસીબીએ કબજે લીધી હતી. ત્યારબાદ એલસીબીએ અંદાજે રૂા. ૮૮.૮ર લાખનો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ચાલકની અટકાયત કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અન્ય એક વિરૂધ્ધ ગુરૂવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ ની સૂચનાથી એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા પીએસઆઇ એસ.જે ચાવડા,પીએસઆઇ રવિરાજસિંહ જાડેજાની ટીમના અમૃતભાઈ દેસાઈ, જીગ્નેશભાઈ બુધવારે રાત્રે ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એવી બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે૩૭જીએ ર૭પ૧નો ચાલક પાચારામ ખેતારામ ગોદારા જાટ (રહે. ચાડાર, જી.બાડમેર) પોતાના ટ્રકમાં ખોટી બિલ્ટીઓ બનાવી ટ્રકમાં અગાઉથી જ ગોઠવી દીધેલ લાકડાના પાટીયા નીચે પાસ પરમીટ વિનાનો દારૂનો જથ્થો લઈ ગુજરાતમાં પ્રવેશી રહ્યો છે.જે આધારે એલસીબીએ તરત જ ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રણાસણ ત્રણ રસ્તા પાસે વાહનચેકિંગ શરૂ કર્યું હતુ.
દરમ્યાન આવી રહેલ ટ્રકને રોકી ચાલકની પુછપરછ કરતાં તેણે ટ્રકમાં કેબલના રોલ ભરેલ હોવાનું જણાવ્યું હતુ. ત્યારબાદ પોલીસને શક જતાં ટ્રકમાં ભરેલ માલનું ચેકિંગ શરૂ કર્યું હતુ. જેમાં કેબલના ત્રણરોલ બોડી સાથે ફિટ કરેલ હતા અને રોલના ઉપરના ભાગે બોલ્ટ લગાવેલ હતા. જે ખોલ્યા બાદ પોલીસે ટ્રકમાં તપાસ કરતાં ફિટ કરેલ તથા કાપીને ગોઠવેલ પાઈપોને હટાવી ટ્રકમાંથી અંદાજે રૂા. ૬૮.૭૭ લાખની પાસ પરમીટ વિનાની વિદેશી દારૂની ૪૭૧ પેટીમાં રખાયેલ ૭ર૭ર બોટલો મળી આવી હતી.
ત્યારબાદ એલસીબીએ ટ્રકના ચાલક પાચારામ જાટની કડક પુછપરછ કરીને દારૂની હેરાફેરી માટેનું પરમીટ રજૂ કરવા જણાવ્યું હતુ. પરંતુ ટ્રકના ચાલકે કોઈ આધાર પુરાવા રજૂ કર્યા ન હતા. જેથી એલસીબીએ દારૂનો જથ્થો તથા ટ્રક મળી અંદાજે રૂા. ૮૮.૮ર નો મુદ્દામાલ કબજે લઈ પાચારામ જાટની અટકાયત કર્યા બાદ પુછપરછમાં બાડમેર જિલ્લાના ઈસરોલ ગામના મહેશ ચૌધરીની સંડોવણી હોવાનું કબૂલ્યું હતુ. જેથી પોલીસે બંને વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વિદેશી દારૂ, રૂા. પ હજારનો મોબાઈલ અને રૂા. ર૦ લાખનો ટ્રક કબજે લીધો હતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!