રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે હિંમતનગરના કાનડા ગામમાં ફોઈબાના મંદિર ચોકમાં કડોલી મંડળના ગામોનું હિન્દુ સંમેલન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે હિંમતનગરના કાનડા ગામમાં ફોઈબાના મંદિર ચોકમાં કડોલી મંડળના ગામોનું હિન્દુ સંમેલન તા.૨૫મી ફેબ્રુઆરી યોજવામાં આવ્યું.સંમેલનમાં મંડળના તમામ ગામોમાંથી ભજન મંડળો,ભાઈઓ માતાઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા,મુનપુર આશ્રમ ના મહંતશ્રી અને ઘાઘરેટિયા મહાદેવના સંતશ્રી એ આશિર્વચન આપેલ.મુખ્ય વક્તા જીતુભાઈ સુથાર દ્વારા સંઘ અને સનાતન ધર્મ અંગે બૌદ્ધિક આપવામાં આવેલ. સંમેલનના મુખ્ય સંયોજકશ્રી કાનડા ગામના સરપંચ શ્રી મનહરસિંહ એ કાર્યક્રમને સફળ બનાવવા સુંદર આયોજન કરેલ, કડોલીના સરપંચશ્રી દેવુસિંહ, મુનપુર ગામના સરપંચશ્રી નરેન્દ્રસિંહ,માતૃશક્તિ હંસાબા માજી સરપંચ,ગામ આગેવાનો ગજેન્દ્રસિંહ,કાળુસિંહ,અને ગામના ભજન મંડળની બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આર.એસ.એસ.ના જિલ્લા સંઘચાલકજી દેવુસિંહ,જવાહરભાઈ વણઝારામંડળના વાલી,અજયભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું.સંમેલનને અંતે ચા અલ્પાહાર લઈ સમાપન કરવામાં આવ્યું.





