હિમતનગર
છાપરિયા વિસ્તારમાં અમાસ નિમિત્તે ૫૨મી પ્રભાત ફેરી ભક્તિમય માહોલ વચ્ચે યોજાઈ

છાપરિયા વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે અમાસના પવિત્ર દિવસે પ્રભાત ફેરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. છેલ્લા ૫૨ વર્ષથી સતત નિભાવાતી આ ધાર્મિક પરંપરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિસ્તારના લોકો ઉત્સાહભેર જોડાયા હતા.
સવારે ભક્તિમય વાતાવરણ વચ્ચે નીકળેલી પ્રભાત ફેરી દરમિયાન રામધૂન સહિત વિવિધ ભક્તિધૂનોનું ગાન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક માહોલ સર્જાતા ભક્તજનોમાં વિશેષ ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો.
પ્રભાત ફેરીના આયોજનમાં રાજુભાઈ સથવાર, રમણભાઈ પ્રજાપતિ અને ચંદ્રકાંત પંચાલ સહિતના સભ્યો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તજનોના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.




