હિમતનગર

હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભા 30 જુલાઈએ મળશે, 17 એજન્ડા પર થશે ચર્ચા

હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક ગુરુવાર, તા. 30-07-2026ના રોજ સાંજે 4:00 કલાકે નગરપાલિકા સભાખંડ ખાતે યોજાશે. આ બેઠકમાં શહેરના વિકાસલક્ષી અને વહીવટી મહત્વના કુલ 17 એજન્ડા પર ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે.

બેઠકના મુખ્ય મુદ્દાઓમાં અગાઉની બેઠકના કાર્યવાહી અહેવાલને બહાલી, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ કામગીરી માટે ઈ-ટેન્ડર પ્રક્રિયા, સ્વચ્છ અને સુંદર શહેર યોજના હેઠળ રોડ સાઈડ સફાઈ, સ્વચ્છતા અને બ્યુટિફિકેશન માટેના વિકાસ કામો, વિવિધ વિસ્તારોમાં સી.સી. રોડના નિર્માણ અને વધારાની કામગીરી, ગણપતિ મંદિર ટી.પી. રોડથી ડામર રોડના બદલે સી.સી. રોડ બનાવવાનો નિર્ણય તેમજ ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ મુજબ વિરોધ પક્ષના સભ્યના રાજીનામા અંગેની કાર્યવાહી જેવા મહત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અન્ય વહીવટી અને વિકાસલક્ષી ઠરાવો પર પણ ચર્ચા કરી જરૂરી નિર્ણય લેવામાં આવશે.

નગરપાલિકાના તમામ સભ્યોને બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!