હિમતનગર

હિંમતનગર નગરપાલિકામાં હોદ્દાઓ માટે આંતરિક ખેંચતાણ તેજ

સમિતિઓમાં નિમણૂક મુદ્દે ગેરપ્રચાર અને રાજકીય દબાણની ચર્ચાએ ગરમાવો પકડ્યો

હિંમતનગર શહેરમાં તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણી બાદ હવે વિવિધ સમિતિઓના હોદ્દાઓ મેળવવા માટે ચૂંટાયેલા કોર્પોરેટરો વચ્ચે આંતરિક રાજકારણ તેજ બન્યું હોવાનું શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. હિંમતનગર નગરપાલિકાની વિવિધ સમિતિઓમાં મહત્વના હોદ્દા મેળવવા માટે કેટલાક કોર્પોરેટરો દ્વારા એકબીજા સામે ગેરપ્રચાર અને દબાણની રાજનીતિ ચાલી રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ચર્ચા મુજબ, એક વોર્ડમાંથી ચૂંટાયેલા આર્થિક રીતે સક્ષમ કોર્પોરેટર પાલિકામાં મહત્વનો હોદ્દો મળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેટલાક મીડિયા માધ્યમો દ્વારા પણ એકતરફી પ્રચાર કરી વિરોધી ઉમેદવાર પ્રત્યે સહાનુભૂતિ ઊભી કરવાનો પ્રયાસ થતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. લોકોમાં ગેરસમજ ફેલાવી સમિતિઓમાં ઉચ્ચ હોદ્દો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો રાજકીય માહોલમાં ચર્ચાસ્પદ બન્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ સમગ્ર મામલે ભાજપ સંગઠનના એક પદાધિકારીની પણ પડદા પાછળથી ભૂમિકા હોવાની ચર્ચા ચાલી રહી છે. જેના કારણે હોદ્દાઓની ફાળવણી પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. શહેરના જાગૃત નાગરિકો અને કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, હિંમતનગર નગરપાલિકાની વિવિધ સમિતિઓમાં હોદ્દેદારોની નિમણૂક કરતાં પહેલાં પક્ષ સંગઠન દ્વારા નિષ્પક્ષ તપાસ હાથ ધરી લાયક અને યોગ્ય કોર્પોરેટરોને જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!