હિમતનગર
હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગરમાં તારીખ 26- 02-2026 ના રોજ “કવચ ” અંતર્ગત સાયબર સુરક્ષા અંગેની જાણકારી અંગેનો સેમિનાર યોજાયો.

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગરમાં તારીખ 26- 02-2026 ના રોજ “કવચ ” અંતર્ગત સાયબર સુરક્ષા અંગેની જાણકારી અંગેનો સેમિનાર યોજાયો. જેમાં સાયબર ક્રાઈમ પોલિસ સ્ટેશન,સાબરકાંઠા-હિંમતનગરના પી.એસ.આઇ શ્રી આર.વી. પ્રજાપતિ સાહેબ ઉપસ્થિત રહી ને સાઇબર ફ્રોડ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. કોલેજના પ્રિન્સિપાલ ડો. બીનલબેન એસ પટેલ તેમજ પ્રોગ્રામ કોડીનેટર ડો. વૈદેહીબેન પંડ્યા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલા તેમ જ ડો.જયપ્રકાશ જાની દ્વારા આભાર વિધિ કરવામાં આવી. તમામ સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થીઓના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો.




