હિમતનગર

વિશ્વ મંગલમ કેળવણી મંડળ, હિંમતનગર સંચાલિત વિદ્યાનગરી કેમ્પસ (MBA, BBA, B.Com.) દ્વારા આયોજિત વાર્ષિકોત્સવ “

શીતલ ઠાકર,ગાંધીનગર

વિશ્વ મંગલમ કેળવણી મંડળ, હિંમતનગર સંચાલિત વિદ્યાનગરી કેમ્પસ (MBA, BBA, B.Com.) દ્વારા આયોજિત વાર્ષિકોત્સવ “Journey of Dreams 2K26” તા. 24 ફેબ્રુઆરી, 2026ના રોજ પારુલબા ઓડિટોરિયમ, વિદ્યાનગરી કેમ્પસ, હિંમતનગર ખાતે ભવ્ય અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સફળતાપૂર્વક યોજાયો હતો.કાર્યક્રમમાં સમારંભ અધ્યક્ષ તરીકે સંસ્થાના પ્રમુખશ્રી માનનીય ડૉ. ડી. એલ. પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તથા પેટ્રોન તરીકે કેમ્પસ ડાયરેક્ટર ડૉ. હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મહેમાન તરીકે નીચેના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા:

* શ્રી દિલીપભાઈ શાહ
ચેરમેન, Nagrik Sahakari Bank Ltd.

* CA ડૉ. શાશ્વત દોશી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, હિંમતનગર

* શ્રી નરેન્દ્રભાઈ પટેલ
Managing Director, Arogon Peb Structure Ltd., અમદાવાદ

* શ્રી કિરણકુમાર રબારી
Sr. Area Manager, Bajaj Finserv Ltd., અમદાવાદ

અતિથિ વિશેષ તરીકે વિદ્યાનગરીના ટ્રસ્ટીશ્રી મહેન્દ્રભાઈ ડી. પટેલ, મહિલા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ.કે.એલ.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ ડી. એલ. પટેલ કોમર્સ કોલેજના ઇનચાર્જ પ્રિન્સિપાલ શ્રી મિતેશ રાવલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી આવકાર આપવામાં આવ્યો હતો.મહેમાનોને મોમેન્ટો અને બુકે અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ડી. એલ. પટેલ કોમર્સ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ ડૉ. શબ્બીરઅલી થાવરા દ્વારા MBA, BBA અને B.Com. કોલેજનો પ્રોફાઇલ તથા વર્ષ દરમિયાન સંસ્થામાં યોજાયેલી શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સહ-પાઠ્ય પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.વિવિધ યુનિવર્સિટી પરીક્ષાઓ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મહેમાન શ્રીના હસ્તે પારિતોષિક અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.મુખ્ય મહેમાનોએ પોતાના ઉદ્દબોધનમાં વિદ્યાર્થીઓને ઉદ્યોગ, નાણાકીય જાગૃતિ, નેતૃત્વ, સ્ટાર્ટઅપ, સંશોધન તથા વ્યવસાયિક ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી.CA ડૉ. શાશ્વત દોશી દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી અને સફળતા વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કારકિર્દી માટે વ્યાવસાયિક કુશળતા, સતત શિક્ષણ, નેટવર્કિંગ અને નૈતિક મૂલ્યોનું મહત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓને પોતાના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધતા અને આત્મવિશ્વાસ જાળવવાની પ્રેરણા આપી હતીશ્રી નરેન્દ્રભાઈ પટેલ (Managing Director, Arogon Peb Structure Ltd.)એ બિઝનેસ ક્ષેત્રમાં સફળ થવા માટેની રણનીતિઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે બિઝનેસમાં નવીનતા, સંશોધન, માર્કેટ અભ્યાસ અને જોખમ સંભાળવાની કુશળતાની જરૂરિયાતને દર્શાવ્યું હતું. વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ અને વ્યવસાયિક ક્ષેત્રે ઉત્કૃષ્ટતા મેળવવા માટે પ્રેરણા આપી હતીશ્રી દિલીપભાઈ શાહ (ચેરમેન, Nagrik Sahakari Bank Ltd.)એ બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રમાં શ્રેષ્ઠતા મેળવવાની તાકાત વિષે જણાવ્યુ. તેમણે નાણાકીય વ્યવહાર, ગ્રાહક સેવા, આધુનિક બેંકિંગ ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ માટે ફાઇનાન્સિયલ આયોજનની મહત્વપૂર્ણ બાબતો પર ભાર મૂક્યો હતોઅધ્યક્ષીય પ્રવચનમાં ડૉ. ડી. એલ. પટેલ સાહેબે વિદ્યાર્થીઓને સંશોધન અને વૈશ્વિક સ્તરે ચાલી રહેલા નવીન પ્રવાહો સાથે જોડાઈને વિદ્યાનગરી અને સમગ્ર ગુજરાતને આગળ વધારવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મહેનત, સાતત્ય અને આત્મવિશ્વાસથી કોઈપણ લક્ષ પ્રાપ્ત કરી શકાય છે તે બાબત ઉપર ભાર મુક્યો હતો.ત્યારબાદ વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રંગમંચ પર રજૂ કરી સમગ્ર કાર્યક્રમને મનમોહક અને યાદગાર બનાવી દીધો હતો.અંતે આભારવિધિ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, ટ્રસ્ટીશ્રીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીમિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ રીતે “Journey of Dreams 2K26” કાર્યક્રમ પ્રેરણાદાયક, ભવ્ય અને યાદગાર બની સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!