Uncategorized

આજથી પ્રારંભ થતી એસ.એસ.સી તથા એચ.એસ.સીની પરીક્ષા માટે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ

કોઈપણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ
*
ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની આજરોજથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે ત્રિવેણી વિદ્યાલય હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ વિદ્યાર્થીઓને પેન, પુષ્ય અને તીલક અને ચોકલેટ આપી સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, તમે જે મહેનત અને પ્રયત્નો કર્યા છે, તે ચોક્કસપણે તમારા પરિણામોમાં દેખાશે. તમે જરાય ડર કે શંકા વિના પરીક્ષામા બધું જ આવડશે અને સાચું લખીને પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીશ તેવો આત્મવિશ્વાસ તમારા મનમાં હંમેશા રાખજો. બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓ ભયમુક્ત થઈ પરીક્ષા આપે તેવી શુભકામના પાઠવી હતી.
ઉપરાંત વિધાર્થીઓને કઈ અગવડતા ન રહે તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. તેમજ પરીક્ષા દરમ્યાન સતત વીજપુરવઠો જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. દરેક સેન્ટર પર સીસીટીવી કેમેરા, પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી/સ્ટ્રોંગરૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી/કર્મચારીને પરીક્ષાર્થીઓ માટે જરૂર પડે પ્રાથમિક આરોગ્ય કીટ વ્યવસ્થા સહિતની આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મીતાબેન ગઢવી, આચાર્યશ્રી શંભુભાઇ ભટ્ટ, સુપરવાઇઝરશ્રીઓ સહિત શાળાના શિક્ષકશ્રી તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતસિંહ રાઠોડ
સાબરકાંઠા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!