Uncategorizedસાબરકાંઠા

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે આ સેવાકીય કાર્યનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે શ્રી નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસે રાજ્યભરમાં અને રાજ્ય બહારના 70થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ સ્થળો પર રક્તદાન કેમ્પનું આયોજન કરીને જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને શ્રી નરેશભાઈ પટેલના માધ્યમથી રક્ત પહોંચાડે છે જેના ભાગ રૂપે શ્રી ખોડલધામ સમિતિ સાબરકાંઠા ધ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી હિંમતનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!