ઇડર

ઇડરમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ મામાના ઘરે પધાર્યા, પાંચ દિવસીય ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ

અષાઢી બીજ નિમિત્તે તા. ૧૬ જુલાઈના રોજ ઇડરના રામદ્વારા મંદિરથી નીકળનારી ૨૮મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. નગર ઉત્સવ સમિતિ અને રામદ્વારા મંદિરના મહંત રામકૃપાલજી મહારાજના નેજા હેઠળ આયોજિત પાંચ દિવસીય કાર્યક્રમના ભાગરૂપે શુક્રવારે ભગવાન જગન્નાથજી મામાના ઘરે પધાર્યા હતા.

રામદ્વારા મંદિરથી શરૂ થયેલી આ શોભાયાત્રા પરેશ ભરતભાઈ ખરાદીના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં ભગવાનનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિકોએ પૂજા-અર્ચના કરી ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.

આગામી કાર્યક્રમ મુજબ તા. ૧૪ જુલાઈના રોજ ઇન્દ્રનગર સોસાયટીથી ભગવાનની શોભાયાત્રા રામદ્વારા મંદિર સુધી યોજાશે. તા. ૧૫ જુલાઈએ જલયાત્રા તેમજ રાત્રે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૧૬ જુલાઈએ સવારે ૧૦ વાગ્યે રામદ્વારા મંદિરથી ૨૮મી રથયાત્રા પ્રસ્થાન કરશે. રથયાત્રા દરમિયાન મામેરૂ વિધિ યોજાશે તેમજ કચ્છી સમાજવાડી પાસે વેપારી મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવશે. રથયાત્રા રેલ્વે સ્ટેશન માર્ગે પ્રાથમિક શાળા નં. ૧ ખાતે પહોંચ્યા બાદ મહાઆરતી યોજાશે અને સાંજે ૭ વાગ્યે ભગવાન નિજ મંદિરે પરત ફરશે.

રથયાત્રાના સફળ આયોજન માટે પ્રદીપભાઈ ખરાદી, કૃણાલ સગર, ભંવરલાલ સોની, વિપુલ લોનવાલા સહિત નગર ઉત્સવ સમિતિના અગ્રણીઓ તથા સેવાભાવી કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!