હિમતનગર

ગાંભોઈથી બામણા રોડ પરથી રૂા.પ.ર૦ લાખનો દારૂ અને બિયરનો જથ્થો પકડાયો

ટેમ્પાનો ચાલક ટેમ્પો મૂકીને ભાગી ગયો, પોલીસે રૂા. ૧૦.ર૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો

જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાંથી સ્થાનિક પોલીસે બાતમીને આધારે મંગળવારે બામણા જતાં રોડ પરથી એક ટેમ્પામાં ભરી ગેરકાયદે હેરાફેરી કરાઈ રહેલ અંદાજે રૂા. પ.ર૦ લાખની કિંમતની ૧૪૭૬ દારૂ અને બિયરની બોટલો કબજે લઈ ભાગી ગયેલ ટેમ્પોના ચાલક વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે ગાંભોઈના પી.આઈ એસ.જે.ગોસ્વામી તથા સ્ટાફના પો.કો સુરેશભાઈ ના જણાવાયા મુજબ મંગળવારે તેમને એવી બાતમી મળી હતી કે ભિલોડા તરફથી એક ટેમ્પામાં પાસ પરમીટ વિનાનો દારૂનો જથ્થો ગાંભોઈ તરફ લવાઈ રહ્યો છે જે આધારે ગાંભોઈ પોલીસે આડા હાથરોલની સીમમાં વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબ આવી રહેલ ટેમ્પો નં. જીજેર૭ટીડી પ૦પ૯ને અટકાવવા માટે પોલીસે ઈશારો કર્યો હતો. પરંતુ ટેમ્પોના ચાલક બામણા ત્રણ રસ્તાથી કોલેજ જતાં રોડની બાજુમાં ટેમ્પો મૂકીને ચાલક ભાગી ગયો હતો.ત્યારબાદ ગાંભોઈ પોલીસે ટેમ્પાની બોડીમાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી ૧૪૭૬ બિયર અને દારૂની બોટલો બંધ બોક્સમાંથી ઝડપી લીધી હતી. ત્યારબાદ પોલીસે રૂા. ૧૦.ર૦ લાખનો મુદ્દામાલ કબજે લઈને ગાંભોઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!