હિંમતનગર ગ્રામ્ય પોલીસે બે સજા વોરંટના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી નાસતા ફરતા સજા વોરંટના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સતત વોચ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન તા. 31 ઓગસ્ટ 2026ના રોજ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, હિંમતનગર કોર્ટના સી.સી. નં. 13868/2024 તથા સી.સી. નં. 5857/2025ના કેસમાં સજા વોરંટ હેઠળનો આરોપી કાળાભાઈ જયંતિભાઈ ચેનવા, રહે. પાણપુર, તા. હિંમતનગર, જી. સાબરકાંઠા, પોતાના ઘરે હાજર હોવાની બાતમી મળતા પોલીસ ટીમે તેના ઘરે પહોંચી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કામગીરીમાં એ.એસ.આઈ. રવિકુમાર રમેશભાઈ, પો.કો. જીતેન્દ્રકુમાર ગોવિંદભાઈ અને આ.પો.કો. ચંપકસિંહ વાઘુસિંહ જોડાયા હતા.
પોલીસની સતત કાર્યવાહીથી લાંબા સમયથી નાસતા ફરતા સજા વોરંટના આરોપીની ધરપકડ થતાં ગ્રામ્ય પોલીસની કામગીરી પ્રશંસનીય બની છે.




