હિમતનગર

હિંમતનગર તાલુકા પંચાયતમાં દંડક તરીકે સાનિયા દીવાનની નિમણૂક થતા મુસ્લિમ સમાજમાં આનંદની લહેર

હિંમતનગર તાલુકા પંચાયતમાં દંડક (Whip) તરીકે લઘુમતી સમાજના સક્રિય અને શિક્ષિત આગેવાન સાનિયા દીવાનની નિમણૂક કરવામાં આવતા મુસ્લિમ સમાજમાં અને કોંગ્રેસ કાર્યકરોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઈ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ દ્વારા લઘુમતી સમાજના યુવા મહિલા આગેવાનને મહત્વની જવાબદારી સોંપવામાં આવતા સમાજમાં ખુશીનો માહોલ છે. સાનિયા દીવાન હંમેશા જનતાના પ્રશ્નો માટે લડતા અને સંગઠન માટે સક્રિય રહ્યા છે.

આ નિમણૂકને કોંગ્રેસ પક્ષની સર્વ સમાજને સાથે લઈને ચાલવાની નીતિનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. લઘુમતી સમાજના શિક્ષિત યુવાનોને રાજકારણમાં આગળ લાવવાનો આ પ્રયાસ છે.

સાનિયા દીવાનની નિમણૂક બદલ મુસ્લિમ સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરોએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, વિપક્ષના નેતા ડો. તુષારભાઈ ચૌધરી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાનિયા દીવાનને અભિનંદન પાઠવ્યા હતા.

સમાજના આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સાનિયા દીવાન દંડક તરીકેની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશે અને તાલુકા પંચાયતમાં ગરીબ, વંચિત અને લઘુમતી સમાજના પ્રશ્નોને મજબૂતીથી રજૂ કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!