હિમતનગર

એવન સોસાયટી રોડ પરથી રૂ.૧.૮૮ લાખ દારૂ ભરેલ કાર પકડાઈ એલસીબીએ રૂ.૪.૪૩ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મોતીપુરા વિસ્તારની એવન સોસાયટીના રોડ પર થઈને રવિવારે રાત્રે પાસ પરમીટ વિના દારૂનો જથ્થો ભરીને લઈ જવાઈ રહેલ કારને સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે ઝડપી લીધી હતી ત્યારબાદ ગાંભોઈના એક શખ્સની અટકાયત કરી અંદાજે રૂ.૪.૪૩ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલા શખ્સ વિરૂધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.
આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા, પીએસઆઈ આર.કે.જોષી તથા સ્ટાફના જણાવાયા મુજબ તેમનો સ્ટાફ રવિવારે રાત્રે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં વાહન ચેકીંગ કરતો હતો ત્યારે એવી બાતમી મળી હતી કે ગાંભોઈનો વિરપાલસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ કાર નં.જીજે.૩૧બીએ.ર૭૯૩માં પાસ પરમીટ વિના દારૂ ભરીને હિંમતનગર તરફ આવી રહયો છે જે આધારે એલસીબીએ સહકારી જીન ચાર રસ્તાથી શારદાકુંજ સોસાયટીમાં વોચ ગોઠવી દીધી હતી.
ત્યારબાદ બાતમી મુજબ આવી રહેલ કારને એવન સોસાયટી નજીકથી ઝડપી લઈ પુછપરછ કરાઈ હતી પરંતુ વિરપાલસિંહએ દારૂની હેરાફેરી માટે કોઈ દસ્તાવેજી પુરાવા રજુ ન કરતાં એલસીબીએ રૂ.૧.૮૮ લાખથી વધુની દારૂની અંદાજે ૬રર બોટલો કબ્જે લીધી હતી ત્યારબાદ એલસીબીએ પકડાયેલા વિરપાલસિંહ પાસેથી રૂ.પ હજારનો મોબાઈલ, રૂ.ર.પ૦ લાખની કાર અને દારૂનો જથ્થો મળી અંદાજે રૂ.૪.૪૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ વિરપાલસિંહ વિરૂધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!