ગાંભોઈમાં વાહન ‘ચેકિંગ’ના નામે ઉઘરાણાની ચર્ચાઓ
હોમગાર્ડ પર ટુ-વ્હીલર, રીક્ષા ચાલકો, ટ્રક ચાલકો પાસેથી રૂપિયા વસૂલતા હોવાના આક્ષેપ

પોલીસ સ્ટેશનની બોલેરો લઈને હાઇવે પર ટુ વ્હીલર, રીક્ષા, ટ્રક ચાલકો ને રોકી આરટીઓનો મેમો ડીટેઇન કરવાના બહાને ૧૦૦થી ૫૦૦ સુધી ઉઘરાણા કરતા હોવાની લોકમુખે ચર્ચા ઓએ જોર પકડ્યું
હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા બે હોમગાર્ડ કર્મચારીઓ સામે હાઇવે પર વાહન ચેકિંગના બહાને વાહનચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવવાના ગંભીર આક્ષેપો ચર્ચાનો વિષય બન્યા છે. મળતી માહિતી મુજબ પોલીસ સ્ટેશનની બોલેરો ગાડી સાથે વહેલી સવારે અને સાંજના સુમારે હાઇવે પર ટુ-વ્હીલર,રીક્ષા,ટ્રક ચાલકો ને રોકી મેમો, ડીટેઇન કરવાના બહાને રૂપિયા વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે ટુ-વ્હીલર,રીક્ષા ચાલકો, ટ્રક ચાલકો પાસેથી ૧૦૦ થી ૫૦૦ સુધીની રકમ લેવામાં આવી રહી છે.જેના કારણે વાહનચાલકોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. જો આક્ષેપોમાં સત્યતા હોય તો કાયદાના નામે જે ગેરરીતિ થતી હોવાના ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
તે સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદારો સામે યોગ્ય કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.




