હિંમતનગર તાલુકા પંચાયતમાં સામાન્ય સભા યોજાઈ કારોબારી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના નામ જાહેર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા પંચાયતમાં આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા દરમિયાન વિવિધ વહીવટી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ તાલુકા કારોબારી સમિતિની રચના કરવામાં આવી અને સામાજિક ન્યાય સમિતિની નિમણૂક જાહેર કરવામાં આવી હતી.
હિંમતનગર તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાયેલી સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. સભામાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ નરેશભાઈ પરમાર, ઉપપ્રમુખ ઉષાબેન પટેલ અને ટીડીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.
સભા દરમિયાન તાલુકા કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે ભરતસિંહ ઝાલાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કોકિલાબેન વણકરની નિમણૂક જાહેર કરવામાં આવી હતી.આ ઉપરાંત સભામાં તાલુકાના વિકાસલક્ષી કાર્યો, વહીવટી કામગીરી અને વિવિધ જનહિતના પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી કોઈપણ વિવાદ વિના શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.




