હિમતનગર
હિંમતનગરના મહાવીરનગરમાં ભાગવત સપ્તાહનો પ્રારંભ

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં સેવાભાવી સંસ્થા ઉમિયા પરિવાર વડીલ વૃંદાવન દ્વારા ગુરુવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ધાર્મિક કાર્યક્રમ આગામી મંગળવાર સુધી યોજાશે અને તા. 28 એપ્રિલે તેની પૂર્ણાહૂતિ થશે.
કાર્યક્રમના પ્રારંભ પહેલાં ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ શરૂ થયેલી સપ્તાહ કથામાં અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડૉ. કૃણાલ જોષી દ્વારા ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે.
સપ્તાહ દરમિયાન નૃસિંહ ભગવાન પ્રાગટ્ય, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા, રુક્મિણી વિવાહ સહિતના વિવિધ પ્રસંગોની કથાઓ રજૂ થશે.

કથાની પૂર્ણાહૂતિ બાદ મંગળવારે ઉમિયા પરિવાર વડીલ વૃંદાવન તથા દાતાશ્રીઓના સહયોગથી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.




