હિમતનગર

આરટીઓ પાસે ખુલ્લામાં જુગાર રમતા 8 ઝડપાયા

પોલીસે રૂ.૩.૦૭ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

શીતલ ઠાકર,ગાંધીનગર

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આરટીઓ પાસેની એક કોલોનીમાં જાળી ઝાંખરાવાળી જગ્યામાં સોમવારે અજાણ્યા શખ્સો જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમીને આધારે એલસીબીએ તરત જ બાતમીવાળી જગ્યાએ જઈ જુગાર રમતા આઠ જણાને રંગેહાથ ઝડપી લીધા હતા. ત્યારબાદ પોલીસે તેમની પાસેથી અંદાજે રૂ.૩.૦૭ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ તેમની વિરુદ્ધ જુગારધારાના ભંગ બદલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઈ હતી.

આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા, પીએસઆઈ આર.જે.જાડેજા તથા સ્ટાફના જણાવ્યા મુજબ મંગળવારે તેમને આરટીઓ નજીક આવેલ એક કોલોનીની ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ગંજીપાનાનો તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસે તરત જ આરટીઓ નજીક આવેલ નુર કોલોનીની જાળી ઝાંખરાવાળી જગ્યામાં જઈ જુગાર રમતા જુગારીઓને કોર્ડન કરી લીધા હતા.

ત્યારબાદ પોલીસે જુગાર રમતા આઠ જણાની પૂછપરછ કરી અંગ જડતી લઈ દાવ પર મુકાયેલ રૂ.૩૨૦૦ રોકડા, રૂ.૧૩,૭૫૦ની રોકડ જુગારીઓ પાસેથી મળી આવી હતી. એટલું જ નહીં પરંતુ એલસીબીએ રૂ.૪૦ હજારના આઠ મોબાઈલ, રૂ.૨.૫૦ લાખના પાંચ વાહન મળી અંદાજે રૂ.૩.૦૭ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલા આઠેય વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

જુગારીઓના નામ

– અલ્તાફ કાલુમીયા મલેક (રહે. અંબર સિનેમા રોડ, હિંમતનગર)
– સાહીલ સિરાજભાઈ શેખ (રહે. અજમેરી પાર્ક, ચિસ્તીયાનગર)
– સમીર સિરાજભાઈ શેખ (રહે. અજમેરી પાર્ક, ચિસ્તીયાનગર)
– રહેમાન અકબરઅલી દિવાન (રહે. નફીસા મસ્જીદ પાસે, પરબડા)
– રમીજ મહોમદ રફીક શેખ (રહે. આશીયાના સોસાયટી, પોલોગ્રાઉન્ડ)
– શાહનવાજ સિરાજુદ્દીન શેખ (રહે. ચાંદનગર)
– સોહિલસા હાસમસા દિવાન (રહે. જુની મસ્જીદ પાછળ, પરબડા)
– સાહીલ સાકીરભાઈ મકરાણી (રહે. ક્રિકેટના મેદાન પાસે, ચિસ્તીયાનગર)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!