પ્રોહિબિશનના ગુનામાં પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો

પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને હિંમતનગર એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS)ના માર્ગદર્શન હેઠળ તેમજ હિંમતનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલના માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન એ-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર કે.વાય. વ્યાસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
બાતમી મુજબ પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી કમલેશભાઈ બરીભાઈ મીણા (ઉં.વ. 35), રહે. સાગવાડા, પટેલા ફળા, તા. ખેરવાડા, જી. ઉદયપુર (રાજસ્થાન) હિંમતનગરના સહકારી જીન ચાર રસ્તા નજીક હાજર હોવાનું જાણવા મળતાં પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તેને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લાવી અટકાયત કરી હતી.
આ આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ) અને 81 મુજબ ગુનો નોંધાયેલો હતો અને તે છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો. તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. કે.એલ. જાડેજા, એએસઆઈ મો. સલીમ ઇકબાલહુસેન તથા સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.




