હિમતનગર

લો કોલેજ હિંમતનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026 નિમિત્તે લો કોલેજ, હિંમતનગર ખાતે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ, સ્ટાફ સભ્યો તેમજ આશરે 20 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. સાથે જ યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિતોએ નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

વિદ્યાર્થીઓએ યોગ પ્રત્યે જાગૃતિ દર્શાવી ભવિષ્યમાં પણ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!