હિમતનગર

હિંમતનગર બી ડિવિઝન પોલીસે ચેક બાઉન્સ કેસમાં સજા પામેલા આરોપીને ઝડપ્યો

કલમ ૧૩૮ NI એક્ટ હેઠળ એક વર્ષની સજા પામેલ ફરાર આરોપીની ધરપકડ, સબ જેલ હિંમતનગર રવાના

સાબરકાંઠા જિલ્લામાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ કોર્ટમાંથી એક વર્ષની સજા પામેલા આરોપીને હિંમતનગર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ (IPS), ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ સાહેબ (IPS), સાબરકાંઠા-હિંમતનગરની સૂચના અનુસાર, પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોર્ટમાંથી સજા પામેલા આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. વસાવા તથા સ્ટાફ સતત આ દિશામાં કાર્યરત હતા.

આજરોજ તા. ૨૧/૦૮/૨૦૨૬ના રોજ અ.હેડ કોન્સ. રાકેશકુમાર વિનુભાઇ (બકલ નં. ૨૮૮) પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી કે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, હિંમતનગર કોર્ટના સી.સી. નંબર-૯૭૨/૨૦૨૬માં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબ સજા પામેલ આરોપી પિન્ટુકુમાર દિપકભાઇ વાળંદ, રહે. લાલ દાળ મીલની પાછળ, એકતા રેસિડન્સી, ભાવના રેસિડન્સીની પાછળ, ધાણધા, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા આ વિસ્તારમાં હાજર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને સજા વોરંટ આધારે ઝડપી લીધો અને સબ જેલ હિંમતનગર ખાતે મોકલી આપ્યો.

કામગીરી કરનાર અધિકારી-કર્મચારી:
૧. અ.હેડ કોન્સ. રાકેશકુમાર વિનુભાઇ
૨. અ.પો.કો. કમલેશભાઇ કાળાજી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!